પહેલવાનોનાં પક્ષે હવે સીએમ કેજરીવાલ પહોંચ્યા છે અને સંભવ મદદ કરવાનું એલાન પણ કર્યું છે.
સીએમ કેજરીવાલે જંતર-મંતરમાં કહ્યું કે તમામ લોકો આ પહેલવાનોનાં સમર્થનમાં રજા લઈને આવી જાઓ. આ બાળકોએ દેશનું નામ એટલા માટે રોશન કર્યું હતું કે તેમને આ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે?
‘પહેલવાનો દેશની ખેલ વ્યવસ્થા અહીંથી જ બદલશે’
સીએમ કેજરીવાલે દિલ્હીનાં જંતર-મંતર પ્રદર્શન કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી. ગઈકાલે AAP નાં નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશી આ સ્થળે પહોંચ્યાં હતાં. કેજરીવાલે કહ્યું કે’ જંતર-મંતરથી ૨૦૧૧ માં દેશની સરકાર બદલી ગઈ છે. તેમણે કહ્યું કે આ જગ્યા ઘણી પવિત્ર છે. ૨૦૧૧ માં અમે અહીંથી જ આંદોલનની શરૂઆત કરી હતી અને દેશની રાજનીતિ બદલાઈ ગઈ હતી. પહેલવાનો દેશની ખેલ વ્યવસ્થા અહીંથી જ બદલશે.’