યુક્રેનમાં રાજધાની કિવ સહિત દેશભરના શહેરો પર રશિયા દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉમાન શહેરમાં થયેલા હુમલામાં ૨૩ લોકો અને નીપ્રો શહેરમાં બે લોકો માર્યા ગયા હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેની સેનાએ હુમલાઓ સાથે યુક્રેનની સેનાના આરક્ષિત એકમોને નિશાન બનાવ્યા હતા. કિવ શહેરના સૈન્ય વહીવટના વડાએ જણાવ્યું હતું કે ૫૧ દિવસમાં રાજધાની પર રશિયન મિસાઇલનો આ પહેલો હુમલો હતો. અગાઉ, યુક્રેને દાવો કર્યો હતો કે તેણે રાત્રિ દરમ્યાન ૨૧ રશિયન મિસાઇલો અને બે હુમલાખોર ડ્રોનને તોડી પાડ્યા હતા.