અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો હવાલો પ્રેમવીરસિંહને સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં તેમને ઇન્ચાર્જ પોલીસ કમિશનર બનાવાયા છે.
અમદાવાદમાં પોલીસ વિભાગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રેમવીરસિંહને અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો હવાલો સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં તેઓ ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.
તમને જણાવી દઈએ કે, ૨૦૦૫ ની બેચના પ્રેમવિર સિંહ અધિકારી છે તેમજ તેઓ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ચાર્જમાં છે