અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા છે. વિદાઈ સમારોહમાં સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, પહેલા અમારી પર પથ્થરો પડતા, એસિડ પડતુ જે બંધ થયુ છે. અમદાવાદ પોલીસની કામગીરી ખરેખર બીરદાવવા લાયક છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીરસિંહને અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં પ્રેમવીરસિંહ ઈન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આજે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયું હતું. જ્યાં સંજય શ્રીવાસ્તવને પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું. તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

૨૦૦૨ થી પરિસ્થિતિ ઘણી બદલાઈ છે: સંજય શ્રીવાસ્તવ

તેમણે જણાવ્યું હતું કે, આજે પરીસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૨ પછી રમખાણો થતા થતી. લોકોને સમજાઈ ગયું છે કે રમખાણોથી કોઈનો ફાયદો નથી. પહેલા અમારી પર પથ્થરો પડતા, એસિડ પડતુ જે બંધ થયુ છે. ૨૦૦૨ બાદ જે પોલીસમાં ભરતી થયા છે એમને આનો ખ્યાલ નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *