કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત ૭ દર્દી વેન્ટિલેટર પર

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના ૧૨૧ નવા કેસ નોંધાયા છે તેમજ ૧,૨૧૮ એક્ટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ ૨૦૦ અંદર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૧૨૧ પોઝીટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા ૧૨૧ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૪૪ કેસ, વડોદરા શહેરમાં ૧૮ કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં ૧૪ કેસ, મહેસાણામાં ૧૧ કેસ, બનાસકાંઠામાં ૫ કેસ તેમજ સુરત ગ્રામ્યમાં ૬ કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં ૬ કેસ નોંધાયા છે તેમજ વલસાડમાં ૪ કેસ, આણંદમાં ૩ કેસ, વડોદરા ગ્રામ્યમાં ૩ કેસ સામે આવ્યા છે.  ભરૂચમા ૨ કેસ, અમદાવાદ ગ્રામ્યમાં ૧ કેસ નોંધાયો તેમજ ભાવનગર શહેરમાં ૧ કેસ, ગાંધીનગર શહેરમાં ૧ કેસ અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યમાં ૧ – ૧ કેસ નોંધાયો છે.

ગુજરાતમાં આજે કોરોનાના ૧૨૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૯.૦૫ % નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ ૧,૨૧૮ કોરોનાના એક્ટિવ કેસ છે તેમજ કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત ૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં આજે કુલ ૨૦૪ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *