ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત સુદાન ખાતેથી ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવી રહ્યા છે.
૨,૪૦૦ થી વધુ ભારતીયોને અત્યાર સુધીમાં સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા છે. આજે જેદ્દાહ ખાતેથી ૧૮૬ ભારતીયોને લઇને વિમાન કોચ્ચી આવી પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અંદાજે ૩,૦૦૦ ભારતીયો સુદાનથી બહાર આવી ચૂક્યા છે. બીજી તરફ ૧૨૨ ભારતીયોને લઇને વાયુસેનાનું વિમાન સુદાનથી જેદ્દાહ માટે રવાના થઇ ચૂક્યું છે.