બિહારના DyCM તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદનો મામલો

ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના DyCM તેજસ્વી યાદવ પર ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદીએ કોર્ટમાં પોતાના નિવેદનો નોંધાવ્યા

બિહારના DyCM તેજસ્વી યાદવની વધી મુશ્કેલી શકે છે. ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે ફરિયાદીએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. જાહેર માધ્યમથી આવા નિવેદનથી ગુજરાતીઓ પ્રત્યે દ્રષ્ટિ બદલાઇ છે તેવો ફરિયાદીએ દાવો કર્યો છે. તેજસ્વી યાદવે સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કર્યાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે.

 મેટ્રો કોર્ટમાં ફરિયાદ

આ મામલે અરજદારે IPC ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફરિયાદ કરી છે. અને તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ઉલ્લેખનિય છે કે ૨૨/૦૩/૨૦૨૩ નાં રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. તેમને જણાવી દઈએ કે, બિહારના DyCM તેજસ્વી યાદવ સામે અમદાવાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. તેમના પર ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ નોંધાઈ છે તેમજ મેટ્રો કોર્ટ સમક્ષ ફરિયાદીએ પોતાના નિવેદનો પણ નોંધાવ્યા છે.

ફરિયાદીએ નિવેદનોમાં જણાવ્યુ કે, ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ થયા છે. તેમજ ગુજરાતીઓનું અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. જાહેર માધ્યમથી આવા નિવેદનોથી ગુજરાતીઓ પ્રત્યે દ્રષ્ટિ બદલાઈ છે તેમ પણ ફરિયાદીએ કહ્યું છે. તેજસ્વી યાદવે સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો તેવો પણ આક્ષેપ કરાયો છે.

બિહારના DyCM તેજસ્વી યાદવે ૨૨/૦૩/૨૦૨૩ નાં રોજ ગુજરાત પર વિવાદિત નિવેદન આપ્યું હતું. અરજદારે જણાવ્યું કે, જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે અયોગ્ય છે તેમજ બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. કેસમાં કઈ કલમો મુજબ કાર્યવાહી કરવી તેનો નિર્ણય કોર્ટ કરશે જો કે, સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી ૮ મેનાં રોજ હાથ ધરાશે

અરજદાર હરેશ પંડ્યાએ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ નોંધાવેલ ફરિયાદ મુજબ બિહારના DyCM તેજસ્વી યાદવે દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે. ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે  જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોને દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે કહ્યું છે કે, તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *