ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૩ માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. IPL ૨૦૨૩ માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ ૧૦૦ ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોહલી અને ગૌતમ ગંભીરની આ ઉગ્ર બોલાચાલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને IPLની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આની સજા તરીકે તેની મેચ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે. બંનેને લખનઉમાં રમાયેલી મેચની ફી મળી ન હતી. સજા તરીકે તેની મેચ ફીમાં ૧૦૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

વિરાટ કોહલીને આ સિઝનમાં મળેલી આ ત્રીજી સજા છે, જે તેની છેલ્લી બે ભૂલો કરતા મોટી ભૂલ માટે આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા પણ IPL ૨૦૨૩ માં, જ્યારે તે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો ત્યારે તેને ધીમી ઓવર રેટ માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે આ વખતે ઝઘડાને કારણે સજા વધુ આપવામાં આવી છે.
આ બંને સિવાય લખનૌ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ વિશે વાત કરીએ તો તેને પણ મેચ બાદ કોહલી સાથે બોલાચાલી કરી હતી. જેમને મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPL ૨૦૧૩ ની સીઝનમાં પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે લડાઇ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા. પરંતુ આ વખતે તેઓ લખનઉની ટીમના મેન્ટર છે. જ્યારે કોહલી બેંગલોરની ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે.