રાહુલ ગાંધીને હમણાં રાહતના કોઈ સંકેત નહીં

રાહુલ ગાંધીની રિવિઝન અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં હાજર

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. ૨ વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે ગત ૨૯ માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી ત્યાર બાદ આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.

કોર્ટ રૂમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહ તેમજ હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી સહિતના લોકો કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. જ્યાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. જો કે, વકીલોમાં ચાલતી ચર્ચા મુજબ રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન પછી આવી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના વકીલે જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી છે.

પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, દેશના પૈસા લૂંટ છે, નીરવ, લલિત અને વિજય માલ્યા તેમજ મહેલ ચોક્સી પૈસા લઈને ભાગી ગયા છે. મોદી મોદી મોદી બધા મોદી કેમ છે?. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નાણાવટીS દલીલ કરી છે કે, ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધીને ગેરલાયક નથી ઠેરવ્યા સંસદે ગેરલાયક ઠેરવ્યા છે તેમજ દલીલ એવી ન કરી શકે કે ફરિયાદીના લીધે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલે ગાંધીએ ‘બધા મોદી ચોર કેમ હોય છે?’ એવું નિવેદન આપ્યું હતું તેમજ હું પૂર્ણેશ મોદી હોવાથી મેં ફરિયાદ કરી છે અને ડિસ્ક્વૉલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ અને રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈનકાર કર્યો. વકીલે વધુમાં કહ્યું કે, તમારુ મોં છે તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અહીં અપીલ ન કરી શકો અને તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો તેમજ નિવેદનો બાદ નાના બાળકની જેમ રડો નહીં કે ડિસ્ક્વૉલિફાય કરી દેવાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *