વડાપ્રધાન કર્ણાટકની મુલાકાત દરમ્યાન બાળકોને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત દરમિયાન કલબુર્ગીમાં બાળકોને મળ્યા હતા. પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ આગળ શું બનવા માંગે છે?

કર્ણાટક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી મંગળવારે ( ૨ મે ) કલબુર્ગીમાં રોડ શો પહેલા બાળકોને મળ્યા હતા. બાળકોને મળતી વખતે તે રમુજી અંદાજમાં જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને તેમની આંગળીઓ વડે અનેક આકાર બનાવવા કહ્યું. જે બાળકોએ કરીને બતાવ્યું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? તેના પર એક બાળકે જવાબ આપ્યો કે તે ડોક્ટર બનવા માંગે છે અને બીજાએ કહ્યું કે તે પોલીસ બનવા માંગે છે.

પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું તમને વડાપ્રધાન બનવાનું મન નથી થતું તો એક છોકરાએ કહ્યું કે તે તમારા જેવા બનવા માંગે છે. તમને જણાવી દઈએ કે રોડ શો દરમિયાન તેમણે રસ્તાની બંને બાજુ ઉભેલા ઉત્સાહી લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લા કલબુર્ગીમાં એક મોટો રોડ શો યોજ્યો હતો. ખડગેએ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા અને તેમના ધારાસભ્ય-પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ તેમનાં વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જેનાં થોડા દિવસો બાદ તેમનો રોડ શો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *