કમોસમી વરસાદની આગાહી:- ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે, આ નવી આગાહી ફરી ખેડૂતો માટે નિરાશાજનક છે.
રાજ્યભરમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ચાર દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી ૪ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ તેમજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે.
૪ મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ૫ મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગરમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે ૬ મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.
આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. ૧૦ – ૧૧ મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે ૧૮ સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. ૮ જૂનથી બંગાળના ઉપસાગરમાં પવનોની અદલાબદી થવાની શક્યતા રહે છે. ફરી એક વાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે.