વિઝિબિલિટી ઘટી જતા અનેક સ્થળે માર્ગ અકસ્માતની ઘટના બની
અમેરિકાના ઈલિનોઈસ સ્ટેટમાં આવેલા ધૂળના તૂફાનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાઈ વે પર વિઝિબિલિટી ઘટી જતા અનેક સ્થળે માર્ગ અકસ્માતની ઘટના બની છે. ઈન્ટરસ્ટેટ હાઈ વે પર તો ૬૦ થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ૬ લોકોના મોત થયા જ્યારે ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
ધૂળની આંધી આવતા ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો જેના કારણે વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.નેશનલ વેથર સર્વિસે ધુળિયા વાતાવરણના કારણે જે લોકોને શ્વાસની બીમારી હોય તેમને ઘર બહાર ન નીકળવાની સલાહ આપી છે.આંધી દરમિયાન વાહનો ચલાવવું જોખમરૂપ હોવાથી મુસાફરી ટાળવાની પણ ચેતવણી આપવામાં આવી છે.