રાષ્ટ્રપતિ પહાડપુરના મયુરભંજ જિલ્લામાં સ્કીલ ટ્રેનિંગ હબ કમ્યુનિટિ સેન્ટરનો સિલાન્યાસ કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતે છે. રાષ્ટ્રપતિ પહાડપુરના મયુરભંજ જિલ્લામાં સ્કીલ ટ્રેનિંગ હબ કમ્યુનિટિ સેન્ટરનો સિલાન્યાસ કરશે. ત્યારબાદ બ્રહ્માકુમારી સેન્ટર હાટબદ્રા જશે. જ્યાં તેઓ બ્રહ્માકુમારી સેન્ટરના વ્યસન મુક્ત ઓડિશા અભિયાનની શરૂઆત કરશે.
તો, આજે સાંજે રાયરંગપુર નગરપાલિકા દ્વારા રાયરંગ સ્ટેડિયમ ખાતે આયોજિત નાગરિક અભિનંદનમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ ૫ મેના રોજ પંડિત રઘુનાથ મુર્મુને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ પછી તે સિમિપાલ અભયારણ્યની મુલાકાત લેશે. ૬ મેના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ બારીપદના મહારાજા શ્રી રામ ચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટી, દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.