ખેડૂતો માટે પાક નુકશાનીની સહાય તો જાહેર થઈ ગઈ પણ મળશે ક્યારે

છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેનાથી ખેતીનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે સરકાર દ્વારા આજે સહાયની જાહેરાત પણ કરી છે. કોંગ્રેસ દ્વારા આ સહાયને ભ્રામક ગણાવી રહ્યા છે.

ખેડૂતોને સહાય મળે એટલે સ્વભાવિકપણે ખેડૂતો ખુશ થવાના અને એ સમાચાર પણ સકારાત્મક હોવાના. પરંતુ સરકારનું કોઈપણ પગલું હોય એટલે તેમાં સવાલ પણ થવાના. કમોસમી વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકને જે નુકસાન થયું હતું તેમાં સરવે બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે, સરકાર કહી રહી છે કે આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય છે. સામે પક્ષે આ સહાયમાં વિરોધી તર્ક પણ છે.. સરકારનો દાવો છે કે ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં સર્વે થયો છે ત્યારે બાકીના ગ્રામ્ય વિસ્તાર કે અન્ય વિસ્તારમાં નુકસાન થયું છે કે નહીં તેની શું ખાતરી? કોંગ્રેસનો દાવો છે કે આ સહાય ભ્રામક છે કારણ કે કાયદા પ્રમાણે તો ખેડૂતોને સવા લાખ રૂપિયાથી વધુ રકમ મળવાપાત્રા થાય છે.. આ પાછળ તેના પોતાના તર્ક પણ છે. હવે સવાલ એ છે કે સરકારની આ સહાયથી ખેડૂતોને રાહત કેટલી. અને આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય કેમ કહેવાઈ.

કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાપ નુકસાન થયુ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. સરકારે આ સહાયને અત્યાર સુધીની સૌથી મોટી સહાય ગણાવી છે. શિયાળાની મૌસમમાં થયેલા વરસાદમાં નુકસાન  ઉપર સહાય ચૂકવાશે. માવઠાથી થયેલા નુકસાનની સહાય માટે લાંબા સમયથી રજૂઆત થઈ રહી હતી. ત્યારે સરકારે સર્વે બાદ સહાયની જાહેરાત કરી છે.

SDRFના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ ૧૩,૫૦૦ ની સહાય મળશે.  ૧૩,૫૦૦ ઉપરાંત સરકારના ભંડોળમાંથી ૯,૫૦૦ રૂપિયા મળશે. આ રીતે હેક્ટર દીઠ ૨૩,૦૦૦ રૂપિયાની સહાય મળશે.

બહુવર્ષાયુ બાગાયતી પાક

  • પ્રતિ હેક્ટર ૧૮,૦૦૦ રૂપિયાની સહાય
  • સરકારના ભંડોળમાંથી વધારાના ૧૨,૬૦૦ રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય
  • આ રીતે ૩૦,૬૦૦ રૂપિયાની સહાય મળશે

 નુકસાનીના માપદંડ શું?

  • ઓછામાં ઓછું ૩૩ % નુકસાન થયું હશે તો જ મળશે સહાય
  • ચુકવવાપાત્ર રકમ ૪,૦૦૦ થી ઓછી હશે તો ન્યૂનતમ સહાય ૪,૦૦૦ સુધી મળશે

હેક્ટર દીઠ સહાયની મર્યાદા શું?

  • મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે 
  • સહાય અધૂરી અને અપૂરતી છે
  • ખેડૂતોને કાયદા મુજબ ૧,૨૭,૨૦૦ રૂપિયા મળવાપાત્ર છે
  • SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે 

સહાય અંગે કોંગ્રેસે શું કહ્યું?

સહાય અધૂરી અને અપૂરતી છે. ખેડૂતોને કાયદા મુજબ ૧,૨૭,૨૦૦ રૂપિયા મળવાપાત્ર છે. SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે છે. સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે? તાલુકા મથકે થયેલા વરસાદના આધારે સરવે થયો હતો. તાલુકાના ગામમાં વરસાદ હોય જયારે તાલુકા મથકે વરસાદ ન પણ હોય. અનેક ગામ એવા છે કે જ્યાં સરવે કરવામાં આવ્યો નથી. ઉનાળુ પાકના સરવે, સહાયની જાહેરાત ક્યારે થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *