રાજ્યમાં તલાટીની પરીક્ષાના માહોલ વચ્ચે તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટેની તમામ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. પંચાયત સેવા બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પણ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ આ વખતે પરીક્ષાનું પેપર ફૂટે નહિ તે માટે પણ હસમુખ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હસમુખ પટેલે પેપર ફોડનારાઓ અંગે ચેતવણી આપતી એક ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું છે કે, ભૂતકાળમાં પરીક્ષા સંબંધી ગેરરીતિમાં સંડોવાયેલા લોકો, કોચિંગ ક્લાસ, અસામાજિક તત્વો વગેરે લોકો ઉપર રાજ્યનું ઈન્ટેલિજન્સ તંત્ર તથા પોલીસ ચાંપતી નજર રાખી રહેલ છે. ગેરરીતિનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિરોધમાં નવા કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.