સુરત આરટીઓમાં એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોની રૂ. ૬૧ કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. આટલી મોટી સબિસડીની રિલીઝ કરનાર સુરત આરટીઓ ગુજરાતની પ્રથમ આરટીઓ છે.
પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૬૧ કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. જે ગુજરાતની આરટીઓમાં સૌથી વધુ છે. સુરતમાં અત્યાર સુધીમાં ૩૧,૦૦૦ થી વધુ ઇ વાહનો ખરીદાયા છે.
સુરત આરટીઓમાં એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોની રૂ. ૬૧ કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. આટલી મોટી સબિસડીની રિલીઝ કરનાર સુરત આરટીઓ ગુજરાતની પ્રથમ આરટીઓ છે. પર્યાવરણની જાળવણીના હેતુ અને સબસીડીના કારણે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે.
ફોરવ્હીલરમાં રૂ.૧.૫૦ લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે
સુરત આરટીઓ આકાશ પટેલે કહ્યું કે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો પર પ્રોત્સાહનના ભાગરૂપે સબસીડી અપાય છે. ૧ માર્ચ, ૨૦૨૨થી તારીખ ૩૧ એપ્રિલ ૨૦૨૩ સુધી ૧૩,૭૦૦ જેટલા ઇલેકટ્રીક વાહનોને રૂ. ૬૧ કરોડની સબસિડીની ફાળવણી થઇ છે. આ રકમ અરજદારના એકાઉન્ટમાં જમા થાય છે. ઇલેકટ્રીક ટુ-વ્હીલર્સની ખરીદીમાં મહત્તમ રૂ.૨૦,૦૦૦, થ્રી-વ્હીલરમાં રૂ.૫૦,૦૦૦ અને ફોર વ્હીલરમાં રૂ.૧.૫૦. લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે. ઈલેક્ટ્રીક વાનોના કારણે પ્રદૂષણમાં અને કાર્બન ડાયોક્સાઇડ માપમાં ઘટાડો નોંધાય છે.
ઇ વાહન વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ
અત્યાર સુધીમાં સુરતમાં ૩૧,૭૪૨ ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ ગુજરાતમાં સુરત ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં અવ્વલ નંબરે છે. અમદાવાદ અને રાજકોટને પાછળ છોડી સુરત રાજ્યમાં પ્રથમ ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં ૩૧,૭૪૨ ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે, જેમાં ૨૬૯૮૪ બાઈક-સ્કૂટર, ૩૦૭૯ મોપેડ, ૩૭૯ થ્રી વ્હીલર, ૧૮૭ બસ, ૯૮૨ કાર, ૧૦૩ થ્રી વ્હીલર પેસેન્જર વાહનનું વેચાણ થયું છે. આમ ૩૧૭૪૨ વાહનના વેચાણ સાથે સુરત રાજ્યભરમાં પ્રથમ નંબરે છે.
એક વર્ષમાં ૧.૪૪ લાખ બાઈક અને ૩૦,૦૦૦ કારનું વેચાણ સુરત આરટીઓના ચોપડે છે. વર્ષ ૨૦૨૨ – ૨૩ માં ૧.૪૪ લાખ બાઈક અને ૩૦,૦૦૦ કારનું વેચાણ થયું હોવાનું નોંધાયું છે. આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ ૩૯૪ બાઈક અને ૮૩ કારનું વેચાણ થયું હતું. સુરતમાં વેચાઈ રહેલી બાઈક, કાર, ટ્રેક્ટર, ટ્રક, એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અંદાજિત કિંમત આંકવામાં આવે તો રોજ સરેરાશ ૨૫ કરોડ રૂપિયાથી વધુ કિંમતના વાહનો વેચાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧.૮૫ લાખ વાહનોનું વેચાણ થયું હતું.