જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતોએ અને ખેડૂત સંગઠનો આજે દિલ્હી તરફ કૂચ કરી છે સામે ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
૧૪ દિવસથી એટલે કે ૨૩ એપ્રિલ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતોએ અને ખેડૂત સંગઠનો આજે દિલ્હી તરફ કૂચ કરી છે. ખાપ પંચાયતો અને ખેડૂતોના સંગઠનોએ પહેલા જ જંતર-મંતર પર મહાપંચાયત યોજવાની જાહેરાત કરી હતી. જે બાદ હવે ખેડૂતોના સંગઠન BKUના સભ્યોએ જંતર-મંતર પર લંગર શરૂ કરી દીધું છે.
ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સોનેપત-દિલ્હી-હરિયાણા બોર્ડર પર એલર્ટ છે. સિંઘુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ SSB બટાલિયન પણ અહીં તૈનાત છે.
યુનાઇટેડ કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત તેમના સમર્થકો સાથે કુસ્તીબાજોના વિરોધ સ્થળ પર પહોંચ્યા છે. તેમની સાથે દર્શન પાલ, હનાન મોલ્લા જેવા નેતાઓ પણ પહોંચ્યા હતા. બીજી તરફ પંજાબના ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યુનિયનના સભ્યો દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા છે. આ સાથે જ SKM એ કુસ્તીબાજોને સમર્થન આપવાની જાહેરાત કરી. SKM નેતાઓએ મોદી સરકાર અને બ્રિજ ભૂષણનું પૂતળું બાળવાની પણ જાહેરાત કરી હતી. નેતાઓ બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે.
ટીકરી બોર્ડર થઈને વિરોધ સ્થળ પર પહોંચેલા ખેડૂતોએ જંતર-મંતર પર પડાવ નાખીને લંગર શરૂ કરી દીધું છે. BKU સભ્યો સાથે જોગીન્દર સિંહ ઉગ્રહાન સેંકડો મહિલા કાર્યકરોને લઈને કુસ્તીબાજોના વિરોધમાં જોડાયા છે. BKU ઉગ્રાહને જાહેરાત કરી છે કે તે ૧૧ મે થી ૧૮ મે સુધી દેશભરમાં મોદી સરકાર અને બ્રિજ ભૂષણના પૂતળા બાળશે.
હાલ સિંઘુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. આ સાથે સાવચેતીના પગલારૂપે માટીના મોટા ડમ્પરો પણ ઉભા કરવામાં આવ્યા છે. જેથી બોર્ડર અચાનક બંધ કરવી પડે તો તે ડમ્પરો આગળ મૂકીને રસ્તો બંધ કરી શકાય. જો ટ્રેકટરો મોટી સંખ્યામાં આવે છે તેને અટકાવવા માટે પોલીસ પણ તૈયાર છે.
પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન (ઉગ્રાન)ના સભ્યો કુસ્તીબાજોના સમર્થનમાં તેમની હાજરી નોંધાવવા દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા છે. જોગીન્દર સિંહ ઉગ્રહાન અને BKU સભ્યો સેંકડો મહિલા કાર્યકરો સાથે કુસ્તીબાજોના વિરોધમાં જોડાયા છે.