ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૪૯૬ એ પહોંચી છે. અમદાવાદમાં ૮ કેસ, વડોદરામાં ૬ કેસ, વલસાડમાં ૫ કેસ , સુરતમાં ૪ કેસ, મહેસાણા અને સુરત ગ્રામ્યમાં ૨ – ૨ કેસ, આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને વડોદરામાં ૧ – ૧ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ ૯૯.૧૦ % થયો છે. તેમજ કોરોનાથી આજે ૧૦૭ દર્દી સાજા થયા છે.