આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું છે કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગેરંટી લઈ રહી છે, પરંતુ તેમના નેતા રાહુલ ગાંધીની ગેરંટી કોણ લેશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલી ગેરંટી યોજનાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસ જ્યાં પણ ચૂંટણી લડે છે ત્યાં ગેરંટી આપે છે. સરમાએ કહ્યું છે કે કોંગ્રેસ ગેરંટી આપે છે, પરંતુ ખુદ રાહુલ ગાંધીની ગેરંટી કોણ લેશે.
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સીએમ સરમાએ કહ્યું છે કે રાહુલ ગાંધીનો ચહેરો પહેલા દિવસ સદ્દામ હુસૈન જેવો હોય છે અને બીજા દિવસે અમૂલ બેબી જેવો હોય છે. અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ તેઓ સીધા કેરળ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાની ગેરંટી નથી લઈ શકતો તે કર્ણાટકની ગેરંટી કેવી રીતે લેશે.
સીએમ સરમા:- તેમણે કોંગ્રેસ સરકારનાં શાસનને યાદ કરાવતા કહ્યું કે જો કોંગ્રેસે ગેરંટી લીધી હોત તો દેશની આ હાલત ન થઈ હોત. દેશમાંથી ગરીબી ક્યારે દૂર થઈ ગઈ હોત. ત્યારે સીએમ સરમાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે કોંગ્રેસ કર્ણાટકમાં જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જનતાને અનેક મહત્વના વચનો આપ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
આ નિવેદન બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે હિમંતા બિસ્વા સરમાનું ડીએનએ કોંગ્રેસનું ડીએનએ છે. ડીકે શિવકુમારે કહ્યું છે કે સરમાને ખબર હોવી જોઈએ કે તેમનું લોહી કોંગ્રેસનું લોહી છે અને હવે તેમણે પોતાનું લોહી બદલી નાખ્યું છે.