કર્ણાટકમાં ૧૦ મે એ ચૂંટણીનો મહાસંગ્રામ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ ૫૮૨૮૨ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૨૮૮૬૬ શહેરી વિસ્તારોમાં છે તેમજ ૯.૧૭ લાખ નવા મતદારો પણ આ વખતે મતદાન કરશે.

કર્ણાટકમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વર્તમાનમાં કર્ણાટક રાજ્યમાં ૨૮ લોકસભાની બેઠક તેમજ ૨૨૪ વિધાનસભાની બેઠક છે. ૨૨૪ વિધાનસભાની બેઠકમાંથી ૩૬ અનુસૂચિત જાતિ અને ૧૫ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ અને વિશ્વશ્વર હેગેડે કાગેરી કર્ણાટક વિધાનભાના અધ્યક્ષ છે.

કર્ણાટકમાં કુલ ૫૮૨૮૨ મતદાન કેન્દ્રો ઉભા કરાયા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ ૫૮૨૮૨ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેમાં ૨૮૮૬૬ શહેરી વિસ્તારોમાં છે. પાપ્ત આંકડા મુજબ મતદાતાઓની ઓસત સંખ્યા ૮૩૩ છે. ચૂંટણી પંચે કહ્યું કે, સંવેદનશીલ બુથો વિશે વિગતો મેળવી ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાટકમાં ૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણીમાં ૯.૧૭ લાખ નાગરિકો પહેલી વાર મત આપશે. તેમજ ચૂંટણીપંચ પહેલીવાર ૮૦ વર્ષથી ઉપરની ઉમંરના લોકો માટે ઘરથી મત આપવા માટે વ્યવસ્થા કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *