ઉબેર-રેપિડો વાહન સમાચાર:- એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો, RTOની મંજૂરી વગર વાહનો ચલાવતા હોવાની ફરિયાદો બાદ પ્રતિબંધની કાર્યવાહી.
અમદાવાદ હવે ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો બાઈક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં હવે RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ છે. જોકે ફરિયાદો બાદ RTOની તપાસ બાદ પ્રતિબંધ મુકાયો છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.