હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
ગુજરાત રાજ્યમાં આજે સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે અનુસંધાનમાં સુરત, પોરબંદર અને જૂનાગઢમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે સૌથી વધુ પાટણમાં ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં ૪૪.૪ , વડોદરામાં ૪૨.૪ , રાજકોટમાં ૪૨.૨, ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે . તો ૧૫ મે થી તાપમાન ૧ થી ૨ ડિગ્રી ઘટવાની શકયતા છે.