ઈન્ડિગો ફ્લાઇટમાં રવિવારે ( ૧૪ મે )ના દિવસે મુંબઈથી અમૃતસર જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ E ૧૪૨૮ માં મહિલા ક્રૂ મેમ્બરની છેડતીની ઘટના બાદ મુસાફર આરોપીની ધરપકડ.
ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બરની છેડતીનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વાર ફ્લાઇટમાં મહિલા ક્રૂ મેમ્બરની છેડતીની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
રવિવારે ( ૧૪ મે )ના દિવસે મુંબઈથી અમૃતસર જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ E ૧૪૨૮ માં મહિલા ક્રૂ મેમ્બરની છેડતીની ઘટના સામે આવી છે. આ ફ્લાઇટમાં સવાર મુસાફર રાજીન્દર સિંહે ક્રૂની મહિલા સભ્યની છેડતી કરી હતી. આ તરફ જ્યારે રાત્રે ૦૮:૦૦ વાગ્યે ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર પહોંચી ત્યારે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.