પાકિસ્તાનમાં એકતરફ ઈમરાન ખાનનાં સમર્થકો છે તો બીજી તરફ તેના વિરોધીઓ છે. તો હવે પાક. સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠી છે.
પાકિસ્તાનની રાજનૈતિક સ્થિતી સુધરવાનું નામ નથી લઈ રહી. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને SC તરફથી જામીન તો મળી ગઈ છે પરંતુ હવે ઈમરાનની વિરોધી રાજનૈતિક પાર્ટીઓ આગળ આવી છે. ઈમરાનની મુક્તિનાં વિરોધમાં PDMએ સુપ્રીમ કોર્ટની સામે પ્રદર્શન શરૂ કર્યું છે. એટલું જ નહીં લોકોએ ત્યાં પોતાનાં કેમ્પ બનાવી લીધાં છે.
પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠવા લાગી છે. નેશનલ એસેંબલીમાં વિપક્ષ નેતા રાજા રિયાઝ અહમદ ખાને કહ્યું કે ‘ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી થવી જોઈએ પરંતુ કોર્ટ તો તેમનું એવી રીતે સ્વાગત કરી રહી છે કે જાણે તેઓ તેના જમાઈ હોય.’ તો બીજી તરફ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટથી ૨૩ મે સુધી જામીન મળી છે.

સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને રાહત આપતા પાકિસ્તાન શાસક પક્ષના કાર્યકરો આજે સુપ્રીમ કોર્ટની બહાર ધરણાં કરી રહ્યાં છે. સત્તાધારી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ડ (પીડીએમ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સુપ્રીમ કોર્ટ બહાર ધરણાં કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, એવા પણ અહેવાલો છે કે પાક.સેનાએ દેશદ્રોહના આરોપમાં ઇમરાન અને તેનાં પત્નીને દસ વર્ષ સુધી જેલમાં રાખવાની યોજના બનાવી છે.