ગુજરાત રાજ્યના ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહ્યો.
ગુજરાત રાજ્યના અનેક સ્થળોએ કાળઝાળ ગરમીમાંથી ગઈકાલે રાહત જોવા મળી હતી. રાજ્યના ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહ્યો હતો. જેમાં પાટણમાં ૩૯.૮ ડિગ્રી, રાજકોટ અને ભાવનગરમાં ૩૯.૫ ડિગ્રી, અમરેલીમાં ૩૯.૪ ડિગ્રી, વડોદરામાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી, તો ગાંધીનગરમાં ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં ૨ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં પશ્ચિમી પવન ફૂંકાતા ૧ થી ૨ ડિગ્રી તાપમાન ઘટી શકે છે, તો રાજ્યમાં અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે.