કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે IT હાર્ડવેર ક્ષેત્રમાં ૧૭,000 કરોડ રૂપિયાનાં ઉત્પાદન સાથે સંકળાયેલી PLI સ્કીમને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે બેઠક કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઈલેક્ટ્રોનિક્સ નિર્માણનાં ક્ષેત્રમાં આ વર્ષે ૧૦૦ બિલિયન ડોલરનું ઉત્પાદન થયું છે. આ સાથે જ ગતવર્ષે ૧૧ બિલિયન ડોલરનાં મોબાઈલની રેકોર્ડ નિકાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે IT હાર્ડવેર ક્ષેત્રમાં ૧૭,000 કરોડ રૂપિયાનાં ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
૨,૪00 કરોડનું રોકાણ થવાની અને ૭૫,000 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી ફાળવવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પહેલા વર્ષમાં ટેલીકોમ મેન્યુફેક્ચરિંગનાં ક્ષેત્રમાં ૪૨ કંપનીઓએ ૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેની જગ્યાએ આ વખતે ૧,૬00 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેબિનેટે ખરીફ સિઝન માટે ૧.0૮ લાખ કરોડ રૂપિયાનાં ફર્ટિલાઈઝર સબસિડીને મંજૂરી આપી દીધી છે. દેશમાં ૩૨૫ થી ૩૫૦ લાખ મેટ્રિક ટન યૂરિયાનો ઉપયોગ થાય છે. ૧૦૦ થી ૧૨૫ લાખ મેટ્રિક ટન DAP અને NPKનો ઉપયોગ થાય છે. ૫૦ – ૬૦ લાખ મેટ્રિક ટન MOP નો ઉપયોગ થાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે મોદી સરકારે સબસિડી વધારી છે અને રેટ વધાર્યા નથી. ખરીફ પાક માટે સરકારે નક્કી કર્યું છે કે ભારત સરકાર ખાતરની કિંમતો નહીં વધારે.