સોનિયા ગાંધીનાં હસ્તક્ષેપ બાદ કર્ણાટકનું કોકડું ઉકેલાયુ

કર્ણાટકનાં નવા સીએમ તરીકે સિદ્ધારમૈયાનાં નામ પર મહોર લગાવવામાં આવી છે જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ ની સાથે વધુ એક પાવર પણ આપવામાં આવ્યો છે.

કર્ણાટકમાં ૪ દિવસમાં મહામંથન બાદ સીએમ નાં નામ પર મહોર લગાવવામાં આવી છે. કોંગ્રેસનાં સીનિયર નેતા સિદ્ધારમૈયાને કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યાં છે જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકેની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવારે ૧૮ મેનાં રોજ પ્રેસ કોન્ફેરેન્સમાં માહિતી આપી કે રાજ્યમાં કેવળ એક જ ડેપ્યુટી સીએમ રહેશે અને એ પણ ડીકે શિવકુમાર. ડેપ્યુટી સીએમ સિવાય પર શિવકુમારને વધુ એક પાવર આપવામાં આવ્યો છે. તમામ નવા મંત્રીઓ ૨૦ મેનાં રોજ શપથ લેશે.

સોનિયા ગાંધીનાં હસ્તક્ષેપ બાદ ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ નાં પદનો સ્વીકાર કરવા માટે માની ગયાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ જ શિવકુમારને વધુ એક પાવર આપ્યો છે અને એ છે કોંગ્રેસનાં અધ્યક્ષ પદને સંભાળવાનું. ડીકે શિવકુમાર ૨૦૨૪ સુધી કર્ણાટક કોંગ્રેસનાં અધ્યક્ષ રહેશે એટલે કે આવનારી લોકસભા ચૂંટણી સુધીપાર્ટીની કમાન ડીકે શિવકુમારની પાસે જ રહેશે.

બુધવારે મોડી સાંજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપથી સમાપ્ત થયો હો. મહત્વનું છે કે, સોનિયા ગાંધી હાલ શિમલામાં છે.. સૂત્રોનું માનીએ તો તેમણે ડીકે શિવકુમાર સાથે ત્યાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલા પણ હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *