નોટબંધી ૨.0 અંગે સૂત્રોનું માનીએ તો સરકાર અમેરિકાની ચલણ નીતિને અનુસરશે, ડિજિટલ કરન્સીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે ૨,000ની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. RBIએ કહ્યું કે, ૩૦ સપ્ટેમ્બર પછી ૨,000 ની નોટ કાયદેસર રહેશે નહીં. આરબીઆઈએ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે, ૨,000 ની નોટ બહાર ન આવે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, જેમની પાસે બે હજારની નોટ છે તેઓ તેને વહેલી તકે બદલી દે. આરબીઆઈએ કહ્યું કે ૨૩ મે સુધી તમે બેંકમાં જઈને આ નોટ બદલી શકો છો.
નોટબંધી ૨.0 અંગે સૂત્રોએ જણાવ્યું કે, સરકાર અમેરિકાની ચલણ નીતિને અનુસરશે. ડિજિટલ કરન્સીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. અમેરિકાની તર્જ પર મોટી નોટોને બદલે નાની નોટો અને ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવામાં આવશે.આરબીઆઈનો ભારતીય ડિજિટલ રૂપિયો મોટી નોટોનું સ્વરૂપ લેશે.
સરકાર વિચારી રહી છે કે, ભારતમાં ૫૦૦ સુધીની નોટોનું ચલણ નક્કી કરવામાં આવે. સૂત્રોએ જણાવ્યું કે, જે રીતે અમેરિકા તેની કરન્સી ચલાવે છે, તે જ રીતે અહીં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપીને નોટોની કિંમત ૫૦૦ રૂપિયા સુધી મર્યાદિત કરવી જોઈએ.
ભવિષ્યમાં ઉચ્ચ મૂલ્યનું ચલણ ૧૦૦ અથવા ૨૦૦ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકામાં નાની નોટોનો ટ્રેન્ડ છે. અહીં ૧૦૦ ડોલરથી વધુની કોઈ નોટ નથી. યુએસમાં ૧, ૫, ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ ડોલરની નોટો ચલણમાં છે.
૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૩.૬૨ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. આ ચલણમાં રહેલા કુલ ચલણના ૧૦.૮ % છે. કાળું નાણું, નકલી ચલણ, હવાલા, બ્લેક માર્કેટિંગ, સત્તેબાજી, ટેરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. લોકો મોટા પાયે ૨,000 ની નોટો એકત્ર કરી રહ્યા હતા.