ભાવનગર શહેરમાં આવેલા ભરતનગર વિસ્તારમાં મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. જ્યાં હાઉસિંગ બોર્ડના ૩ માળિયાનું મકાનનો કેટલોક ભાગ ધરાશાઈ થયો હતો.
ભાવનગર શહેરમાં આવેલા ભરતનગર વિસ્તારમાં મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. જ્યાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયાનું મકાનનો કેટલોક ભાગ ધરાશાઈ થયો હતો. ત્રણ માળિયા મકાનનો ભાગ ધરાશાઈ થતાં મકાનોમાં કેટલાક લોકો પણ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. જેમાં ૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા ૧૦ વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. આ મકાનો રહેવા લાયક પણ નથી. ત્યારે ભરતનગર વિસ્તારના આ હાઉસિંગ બોર્ડના મકાનોમાંનું એક મકાનનો દાદરનો ભાગ રાત્રે પડી ગયો હતો. જેના કારણે ઘરોમાં રહેતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. હાલ ૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.