NIA પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈએ ૧૦ ટાર્ગેટના નામ આપ્યાં છે જેને તે મારવા માગે છે જેમાં સલમાન ખાન પહેલા નંબરે છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મોટી કબૂલાત સામે આવી છે. લોરેન્સે સ્વીકાર્યું છે કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની ટોપ ટેન ટાર્ગેટ લિસ્ટમાં પહેલા નંબરે છે. તેણે કહ્યું કે તે કોઈ પણ ભોગે સલમાન ખાનને મારવા માગે છે. સલમાનની ઉપરાંત બિશ્વોઈએ બીજા પણ ૯ જણાના નામ લીધાં છે.
દરેક પરિસ્થિતિમાં સલમાન ખાનને મારવા માંગે છે. આ ઉપરાંત તેણે તે લોકોના નામ પણ લીધા છે જે પોતાના ટોપ – ૧૦ લિસ્ટમાં સામેલ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મનદીપ ધાલીવાલની હત્યા કરવામાં આવી હતી.
બિશ્નોઇએ પોતાનો બીજા ટાર્ગેટ પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાના મેનેજર શગુનપ્રીતને ગણાવ્યો છે. ત્રીજો ટાર્ગેટ મનદીપ ધાલીવાલ, ચોથો કૌશલ ચૌધરી, પાંચમો ટાર્ગેટ અમિત ડાગર, છઠ્ઠો ટાર્ગેટ સુખપ્રીત સિંહ બુદ્ધ, સાતમો ટાર્ગેટ લકી પટિયાલા, આઠમો ટાર્ગેટ રમ્મી મસાના, નવમો ટાર્ગેટ ગુરપ્રીત શેખો અને દશમો ટાર્ગેટ ભોલુ શૂટર, સની લેફ્ટ અને અનિલ લથને ગણાવ્યાં છે.