ગુજરાતમાં અલકાયદા ઈન્ડિયાનો પર્દાફાશ

અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો તેમજ ગુજરાત ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ પણ કરી લીધી છે.

ગુજરાત ATSને ફરી એક મોટી સફળતા હાથે લાગી છે,  અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો તેમજ ગુજરાત ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ પણ કરી લીધી છે. અન્ય કેટલાક આરોપીઓ ગુજરાત ATSની કસ્ટડીમાં હોવાની પણ વિગતો છે.

બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી આ સમગ્ર ષડયંત્ર ચાલતું હતું, જે ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યો હતો. વિદેશથી આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા હાથે લાગ્યાની માહિતી છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ષડયંત્રનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે.

ગુજરાતમાં આંતકી હુમલા મામલે આઈબીનું એલર્ટ હતું જે મામલે એટીએસએ ચક્રોગતિમાન કર્યો હતા અને જે બાદ ગુજરાત ATSએ નારોલમાંથી ૩ શકમદ યુવકોની એટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, ત્રણય શખ્સો બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસમાં પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની પણ આંશકા ગઈ હતી. જે મામલે પણ એટીએસ સામે ખુલાસો થયો હતો, જે મામલે ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *