ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦ નું પરિણામ આજે સવારે જાહેર થયું છે. આ વખતે ધોરણ ૧૦ નું ૬૪.૬૨ % પરિણામ આવ્યું જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૬.૪૫ % પરિણામ આવ્યું છે
ધોરણ ૧૦ નું ૬૪.૬૨ % પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૬.૪૫ % પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ ૪૦.૭૫ % પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૯૨ % પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ ૧૧.૯૪ % પરિણામ, અમદાવાદ શહેરનું ૬૪.૧૮ % પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું ૬૫.૨૨ % પરિણામ, રાજકોટ જિલ્લાનું ૭૨.૭૪ % પરિણામ, વડોદરા જિલ્લાનું ૬૨.૨૪ % પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨ નું તુલનાએ ૦.૫૬ % ઓછું પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.