૨૦૦૦ ની નોટ પર પ્રતિબંધ બાદ હવે ૫૦૦ રૂપિયાની નોટને લઈ મોટા સમાચાર

૨૦૦૦ ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના ૭ દિવસ દિવસના ૨૪ કલાક કામ કરવા માટે કહ્યું.

૨૦૦૦ ની નોટ પર પ્રતિબંધ બાદ હવે ૫૦૦ રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ૨૦૦૦ ની નોટોનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્યો છે. ૨૦૦૦ ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના ૭ દિવસ દિવસના ૨૪ કલાક કામ કરવા માટે કહ્યું છે.

૨૦૦૦ ની નોટો બદલવાની પ્રક્રિયા વચ્ચે બેંકોમાં ૫૦૦ ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને ૨૪ કલાક નોટો છાપવા માટે કહ્યું છે. જ્યારથી ૨૦૦૦ ની નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે. નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *