શેર બજારમાં ગુલાબી તેજી, રોકાણકારોને ૨ લાખ કરોડનો જંગી ફાયદો, સેન્સેક્સ ફરી ૬૨,૦૦૦ ને પાર, આ શેરોએ કર્યા માલામાલ
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ મોજમાં હોય તેમ તેજીને પગલે બીએસસી સેન્સેક્સમાં ૬૨૯ અંક જેટલો જબરો ઉછાળો જોવા મળ્યો હતો. જેને પરિણામે સેંસેક્સ ૬૨,૫૦૧ પર બંધ રહ્યો હતો. જ્યારે ૧૭૮ અંકના વધારા સાથે નીફટી ૧૮,૪૯૯ ઉપર અટક્યો હતો. આ અગાઉ ગઈકાલે સેન્સેક્સ ૯૯ અંકના વધારા ૬૧,૮૭૨ પર બંધ રહેતા રોકાણકારો રાજીના રેડ થયા હતા.
ડોલર સામે રૂપિયાની મજબૂતી ઉપરાંત બજારમાં મોટા શેરની ખરીદી અને એશિયન બજારમાં તેજીના પ્રાણ પુરાયા હોવાથી શેરબજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. બજારની જોરદાર વૃદ્ધિમાં હેવીવેઇટ શેરોને પણ ટેકો રહ્યો હતો. RIL માં ૩ % નો વધારો નોંધાયો હતો. સન ફાર્માના શેર પણ ૨.૫ % વધારા સાથે આ સિવાય હિન્ડાલ્કો અને HUL પણ ૨ – ૨ % વધ્યા હતા. જેને લઈને રોકાણકારો માલામાલ થયા હતા.
શેર બજારમાં ગુલાબી તેજીને લઈને રોકાણકારોને ૨ લાખ કરોડનો જંગી ફાયદો થયો હતો.તે જ રીતે ONGC નો શેર સવા ટકા તો GRASIM ૦.૮૦ % તૂટ્યો હતો. વધુમાં બજાજ ઓટો ૦.૭૫ % આ એ ભારતી એરટેલ ૦.૬૦ % ઘટ્યો હતો.