આવતીકાલે આદિવાસી સમાજમાં ધર્માતરણ અંગે મહારેલીનું આયોજન કરાયું છે, ૨૭ મેના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર મહારેલી યોજાશે.
આદિવાસી સમાજમાં ધર્માતરણ અંગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલી યોજાશે. ૨૭ મે ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જનજાતિ સુરક્ષા મંચે ડી-લિસ્ટિંગ મહારેલીનું આયોજન કર્યું છે. ધર્માંતરણ બાદ ST ના લાભો લેનારને યાદીમાંથી દૂર કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓને ST ની યાદીમાંથી કાઢવાની માંગ કરાઈ છે. જનજાતિ સુરક્ષા મંચે બંધારણીય રાહે પગલા લેવાની માંગ કરી છે.
ધર્માંતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા માંગ કરવામાં આવી છે તેમજ બંધારણીય રાહે પગલા લેવાની પણ માગ કરવામાં આવી છે. ૨૭ મે શહેર પોલીસે પણ રિવરફ્રન્ટ વિસ્તારના તમામ રસ્તા બંધ કર્યા છે. ૬૦ હજારથી પણ વધુ લોકો રેલીમાં હાજર રહેશે તેમજ વલ્લભ સદન ખાતે સભા યોજાશે તેવી પણ વિગતો છે તેમજ અમદાવાદમાં આવતીકાલે RFના તમામ રસ્તા બંધ રહેશે.
જનજાતિ સુરક્ષા મંચનાં સભ્યએ જણાવ્યું હતું કે, જનજાતિ સમાજમાંથી જે લોકો કન્વર્ટેડ થયા છે. ઈસાઈ કે ઈસ્લામ બની ગયા છે. આ લોકોએ જનજાતિ સમાજની રૂઢિગત પરંપરા, પૂજા પદ્ધતિ, સંસ્કૃતિ, રીતી નિતી, જીવન પદ્ધતિ છોડી દીધી છે જેથી આ લોકો જનજાતિનાં સદસ્ય રહેતા નથી. છતાં પણ આ લોકો જનજાતિ સમાજનો લાભ અને લધુમતી સમાજનો લાભ આવી રીતે બેવડા લાભ લઈ રહ્યા છે. જેથી અમારી વાસ્તવિક જનજાતિને મોટો અન્યાય થઈ રહ્યો છે.