નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર વરસાદનું ધમાકેદાર આગમન

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર વરસાદી ઝાપટુ પડતા. IPLની સેમિફાઈનલ મેચ પહેલા વરસાદનું વિદ્ય્ન સર્જાતા રસિકો મુંજાયા હતા.

IPL ૨૦૨૩ ની મોસમ બરાબરની જામી છે. આવી સ્થિતિ વચ્ચે ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં IPLમાં વરસાદ વેરી બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના  વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેમાં  બોડકદેવ, થલતેજ,એસ.જી.હાઈવે તથા ગુજરાત યુનિવર્સિટી,આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. IPLની સેમિફાઈનલ મેચ પહેલા વરસાદનું વિદ્ય્ન સર્જાતા  રસિકો મુંજાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *