નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના વિરોધ વચ્ચે નવી અપડેટ

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના વિરોધ વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો કેટલાક વિરોધ પક્ષોએ પણ બહિષ્કાર કર્યો

દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના વિરોધ વચ્ચે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો કેટલાક વિરોધ પક્ષોએ પણ બહિષ્કાર કર્યો છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

આજે પીએમ મોદી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકની અધ્યક્ષતા કરશે. આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવશે. જોકે હવે દિલ્હી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનાં વિવાદ વચ્ચે ૪ મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ નહિ લે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનને પત્ર લખીને આ માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, વટહુકમ લાવીને સહકારી સંઘવાદની મજાક ઉડાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ વ્યાજબી નથી. તેમનું કહેવું છે કે. લોકો કહે છે કે આવી સભાઓમાં ભાગ લેવો જોઈએ નહીં, તેથી તેઓ આ બેઠકનો બહિષ્કાર કરી રહ્યા છે.

TMC ચીફ મમતા બેનર્જી તેમના કામમાં વ્યસ્ત હોવાને કારણે નીતિ આયોગની બેઠકમાં ન આવવાનું કારણ જણાવ્યું છે.

મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે અગાઉની પ્રતિબદ્ધતાઓને કારણે બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આમાં રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લેવાનો છે. રાજ્ય સરકારે નાણામંત્રી વિજય કુમાર ચૌધરીને મુખ્યમંત્રી વતી બેઠકમાં હાજરી આપવા માટે અધિકૃત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *