નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડ ૩૧ થી ૩ જૂન વચ્ચે ભારતના પ્રવાસે આવશે

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પીએમ મોદીના આમંત્રણ પર ૩૧ થી ૩ મે થી ચાર દિવસ માટે સત્તાવાર રીતે ભારતની મુલાકાત આવશે.

તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વખત ઉચ્ચ પદ સંભાળ્યા બાદ પ્રચંડની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે આ મુલાકાત 31 મેથી 3 જૂન સુધી થશે અને મંત્રાલય શનિવારે સત્તાવાર જાહેરાત કરી હતી. નેપાળના પ્રધાનમંત્રી 31 મેથી 3 જૂન વચ્ચે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય જોડાણ સહિત વિવિધ ઉચ્ચ સ્તરીય બેઠકો કરવાના છે, તેમ વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. મુલાકાતની તૈયારી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ અંગે વિદેશ મંત્રી સઈદે ગત સપ્તાહે ભૂતપૂર્વ વિદેશ પ્રધાનો અને વિદેશ સચિવો સાથે  ચર્ચા કરી હતી, તેમ અધિકારીએ જણાવ્યું હતું. આ દરમિયાન ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્માને ચાલુ સપ્તાહે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી હતી, જેમાં પ્રધાનમંત્રી પ્રચંડના ભારત પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ઉર્જા સહકાર, જળ સંસાધનો, વેપાર, વાણિજ્ય, પરિવહન અને માળખાગત સુવિધાઓને લગતી બાબતો મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *