BSFએ ભુજના જખૌ બેટ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 03 પેકેટો જપ્ત કર્યા

BSF એ એક સર્ચ ઓપરેશનમાં દરમ્યાન ભુજના જખૌ કિનારેથી લગભગ ૧૨ કિમી દૂર નિર્જન લુના બેટમાંથી, શંકાસ્પદ માદક દ્રવ્યોના ૦૩ પેકેટ જપ્ત કર્યા છે.

જપ્ત કરેલા પ્રત્યેક પેકેટનું વજન લગભગ ૦૧ કિલો જેટલું છે. તમામ ૦૩ પેકેટ પ્લાસ્ટિક પેકિંગમાં પેક કરવામાં આવે છે અને તેના પર ‘૩૬ કોફીપેડ માઈલ્ડ’ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા પેકેટો અગાઉ રિકવર કરેલા પેકેટ જેવા જ છે, જેમાં હેરોઈન હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતું પહેલા આ જ પ્રમાણેના પેકેટો પકડાયા હતા તેના આધારે ઝડપાયેલા પેકેટમાં નાર્કોટિક્સને લગતો પદાર્થ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા એપ્રિલ ૨૦૨૩ થી જખાઉ બીચ પરથી ચરસના ૨૯ પેકેટ, એમ્ફેટામાઈનના ૦૨ પેકેટ અને હેરોઈનના ૦૪ પેકેટ ઝડપાયા છે. બીએસએફ દ્વારા જખૌ કાંઠાના જુદા જુદા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *