આજે રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી દીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેનવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો અને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. આ ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સંસદની લોકસભામાં સેંગોલને પણ સ્થાપિત કર્યું. પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. સમારોહની શરૂઆત પૂજા સાથે થઈ હતી. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓમ બિરલા પણ બેઠા હતા. જે બાદ પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને કર્યું સમર્પિત. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોને સન્માનિત પણ કર્યા હતા.
નવા સંસદ ભવનની ખાસિયતો વિશે વાત કરીએ તો ૬૪,૫૦૦ ચોરસ મીટરમાં બનેલી નવી સંસદની ઇમારત ૪ માળની છે. તેના ૩ દરવાજા છે જેના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે. નવી ઇમારત જૂની ઇમારત કરતાં ૧૭,૦૦૦ ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.
જૂની બિલ્ડિંગના બાંધકામમાં રૂ. ૮૩ લાખનો ખર્ચ થયો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નવી સંસદમાં ઐતિહાસિક સેંગેલને સ્થાપિત કરવામાં આવ્યું છે.