પીએમ મોદી આજે ૭૫ રૂપિયાનાં સિક્કાનું લોકાર્પણ કરશે

આજે પીએમ મોદી નવા સંસદ ભવન ઉદ્ગાટન સમારોહનાં દ્વિતીય ચરણમાં ૭૫ રૂપિયાનાં નવા સિક્કાનું લોકાર્પણ કરશે ત્યારે જાણો આ સિક્કાની ખાસિયતો.

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયાં બાદ દેશને નવા સંસદ ભવનની ભેટ મળી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિ-વિધાનની સાથે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે અને નવું સંસદ ભવન દેશને અર્પિત કર્યું છે. આ સમારોહનાં દ્વિતીય ચરણમાં આજે પીએમ મોદી ૭૫ રૂપિયાનાં સિક્કાનું પણ લોકાર્પણ કરશે. આ સિક્કાનું વજન ૩૩ ગ્રામ છે.

૭૫ રૂપિયાનાં આ સિક્કામાં ૫૦ % ચાંદી, ૪૦ % કૉપર અને ૫ – ૫ % નિકલ-જિંકનાં મિશ્રણથી તૈયાર થયેલ આ સિક્કાનો વ્યાસ ૪૪ મિલીમીટર હશે. કિનારીઓ સહિત ૨૦૦ સેરેશન આકારનાં ગોળાકાર સિક્કાઓ વિશે નાણામંત્રાલયે જણાવ્યું હતું કે સિક્કાનું નિર્માણ ઉપર જણાવેલ મિશ્રણને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *