પીએમ મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું જે બાદ પીએમ મોદીએ ‘મન કી બાત’ પણ કરી જેમાં તેમણે કહ્યું કે જનભાગીદારી સૌથી મોટી તાકાત છે.
પીએમ મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. હવન-પૂજનના કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સેંગોલને પ્રણામ કર્યા અને લોકસભામાં સ્પીકરની સીટ પાસે બેસાડ્યા. આ પછી પીએમ મોદીએ સંસદભવનના નિર્માણમાં કામ કરનારા કામદારોનું સન્માન કર્યું. જે બાદ પીએમ મોદીએ ‘મન કી બાત’ પણ કરી હતી. ‘મન કી બાત’માં તેમણે કહ્યું કે જનભાગીદારી સૌથી મોટી તાકાત છે.
થોડા દિવસો પહેલા ભારતમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે વિશ્વના ૧,૨૦૦ થી વધુ સંગ્રહાલયોની લાક્ષણિકતાઓ દર્શાવે છે. આપણી પાસે ભારતમાં વિવિધ પ્રકારના આવા ઘણા સંગ્રહાલયો છે, જે આપણા ભૂતકાળ સાથે જોડાયેલા ઘણા પાસાઓ દર્શાવે છે.
મન કી બાતમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે જનભાગીદારી સૌથી મોટી તાકાત છે. મન કી બાતને લઈને દેશ-વિદેશમાં લોકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. મન કી બાતમાં ઘણા લોકો સ્ટેજ પર આવ્યા હતા. દેશમાં યુવા સંગમ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું કે જેમ જેમ ભારતની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન થાય છે, ત્યારે આપણા હૃદય અને દિમાગ ગર્વ અને આશાથી ભરાઈ જાય છે. આ પ્રતિષ્ઠિત ઇમારત સશક્તિકરણનું પારણું બની રહે, સપનાને જાગૃત કરે અને તેને વાસ્તવિકતામાં ફેરવે. તે આપણા મહાન રાષ્ટ્રને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જાય.