૨૦૨૨-૨૩ માં આર્થિક વૃદ્ધિ દર ૭.૨ % રહ્યો, અનુમાન કરતાં વધુ રહ્યો વિકાસ દર

બીજી તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ ૦.૬ ટકાથી વધીને ૪.૫ ટકા રહ્યો છે.

કેન્દ્ર સરકારે GDPના આંકડા જાહેર કર્યા છે. ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં આર્થિક વૃદ્ધિ દર ૭.૨ ટકા રહ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં વિકાસ દર અનુમાન કરતાં વધુ રહ્યો છે. વર્ષ ૨૦૨૩ ના ચોથા ત્રિમાસિકમાં ભારતનો GDP વૃદ્ધિ દર ૬.૧ ટકા રહ્યો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ સુધી ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે GDP વૃદ્ધિ દર ૪ ટકાથી વધીને ૬.૧ ટકા રહ્યો છે, GVA- એટલે કે, ગ્રોસ વેલ્યુ એડેડમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર ૬.૫ ટકા રહ્યો છે. વાર્ષિક ધોરણે GVA વૃદ્ધિ દર ૩.૯ ટકાથી વધીને ૬.૫ ટકા રહ્યો છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ ૦.૬ ટકાથી વધીને ૪.૫ ટકા રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા માટે આશાસ્પદ ગતિ જોઈને ૨૦૨૨-૨૩ના જીડીપી વૃદ્ધિના આંકડાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, “૨૦૨૨-૨૩ જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને રેખાંકિત કરે છે. એકંદર આશાવાદ અને આકર્ષક મેક્રો-ઈકોનોમિક સૂચકાંકો સાથે આ મજબૂત પ્રદર્શન, આપણા અર્થતંત્રના આશાસ્પદ માર્ગ અને આપણા લોકોની મક્કમતાનું ઉદાહરણ આપે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *