આ સમય દરમિયાન માછલીઓ ઇંડા મૂકતી હોય છે.
મત્સ્યવિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં માછીમારીની સીઝન ૩૧ મે ના રોજથી ૩૧ જુલાઈ સુધી પૂર્ણ જાહેર કરવામાં આવી છે. કારણકે આ સમય દરમિયાન માછલીઓ ઇંડા મૂકતી હોય છે અને આ સમય માછલીઓનો ફીડીંગ સમય હોઈ તે દરમિયાન માછીમારી કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આથી માછીમારો આગામી ૩૧ મી જુલાઇ સુધી દરિયો ખેડી નહીં શકે. ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની કડક અમલવારી કરવા અનુરોધ કરાયો છે. જેના કારણે પોરબંદરના બંદર પર બોટ્સનો ખડકલો થવા માંડ્યો છે અને આગામી 2 મહિના દરમિયાન માછીમારો પોતાની બોટ્સમાં રીપેરીંગ કામ, અને રંગકામ કરે છે અને ૩૧ મી જુલાઇ પછી ફરી માછીમારી શરૂ કરવામાં આવતા માછીમારો અષાઢી બીજના દિવસે દરિયાદેવનું પૂજન કરીને નવી સીઝનની શરૂઆત કરતા હોય છે.