પાકિસ્તાનમાં મોંઘવારીનો દર હવે મે મહિનામાં ૩૭.૯૭ ટકા પર પહોંચી ગયો છે.
મોંઘવારીનો દર જે પાકિસ્તાનની આઝાદી બાદ સૌથી વધુ છે. ગયા મહિને પાકિસ્તાનમાં મોંઘવારી દર ૩૬.૪ % હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનાજની કિંમતોમાં ભારે વધારાને કારણે મોંઘવારીનો દર વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે.