મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વચન સાથે અમદાવાદથી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં જનસંપર્ક અભિયાન દ્વારા ઉજવણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન-આરતી કરી મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વચન સાથે અમદાવાદથી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહંત દિલીપદાસજી મહારાજને કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા અવસરે તૈયાર કરવામાં આવેલી બુક પણ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
આ અવસરે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, ભાજપના આગેવાન ભૂષણભાઈ ભટ્ટ, ભાજપના હોદ્દેદારો તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.