કેન્દ્રનું મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને રૂ. ૨ લાખ અને સામાન્ય ઘાયલોને રૂ. ૫૦ હજારનું વળતર
ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા બહનાલા રેલવે સ્ટેશન નજીક કોરોમંડલ ટ્રેન, બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૨૩૩ લોકોના મોત થયા છે જ્યારે ૯૦૦ લોકો ઘાયલ થયા છે. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાલા રેલવે સ્ટેશન નજીકથી નીકળેલી બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરીને કોરોમંડલ ટ્રેન સાથે અથડાઈ. બરાબર એ જ વખતે બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ હતી. કોરોમંડલ ટ્રેન પશ્વિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈજતી હતી અને બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ હાવડા તરફ જતી હતી. કોરોમંડલના ૭ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે લોકોને લઈ જવા માટે લગભગ ૫૦ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ઉભી કરવામાં આવી હતી.
આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મૂર્મુ એ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર
- Odisha government helpline number: 06782-262286
- Howrah helpline number: 033-26382217
- Kharagpur helpline number: 897207395, 9332392339
- Balasore helpline number: 8249591559, 7978418322
- Shalimar helpline number: 9903370746
- Bhadrak: 8455889900
- Jajpur Kenojhar road: 8455889906
- Cuttack: 8455889917
- Bhubhaneshwar: 8455889922
- Khurda Road: 6370108046
- Brahmapur: 89173887241
- Balugaon: 9937732169
- Palasa: 8978881006
- Howrah: 033-26382217
- Kharagpur: 8972073925, 9332392339
- Balasore: 8249591559, 7978418322
- Shalimar: 9903370746