BCCIએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે ૧૪ સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે.આ લીગમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.
એશિયા કપ ૨૦૨૩ ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી. હજુ પણ તેને લઈને ચર્ચા ચઆલી રહી છે. એવામાં આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી છે.
૧૪ સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ લીગ તબક્કામાં ૩ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.
BCCI એ પુરુષોના એશિયા કપ માટે આ ટીમ જાહેર કરી નથી. હાલ બોર્ડે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ માટે ટીમમાં ૧૪ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ૧૩ મી જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન ૧૭ જૂને ટીમ પાકિસ્તાન સામે પણ મેચ રમશે.
ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ભારત A vs હોંગ કોંગ – ૧૩ જૂન ૨૦૨૩
ભારત A vs થાઇલેન્ડ A – ૧૫ જૂન ૨૦૨૩
ભારત A vs પાકિસ્તાન A – ૧૭ જૂન ૨૦૨૩