ગુજરાતમાં આવતીકાલથી ચક્રવાતની અસર

અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે, ગુજરાત પર મંડરાઈ રહ્યો છે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો

ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત પર હવે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે. જેને કારણે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે.

રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયુ છે. ગુજરાતમાં આવતીકાલથી આ ચક્રવાતની અસર જોવા મળશે. જેને લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૫ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *