મશહૂર એકટર ગૂફી પેન્ટલનું નિધન થઈ ગયું

મહાભારતમાં શકુની મામાનો કિરદાર નિભાવવાવાળા મશહૂર એકટર ગૂફી પેન્ટલે ૭૮ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.

મહાભારતમાં શકુની મામાનો કિરદાર નિભાવવાવાળા મશહૂર એકટર ગૂફી પેન્ટલનું નિધન થઈ ગયું છે. ગૂફી પેન્ટલે ૭૮ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. જણાવી દઈએ કે આ વાતની જાણકારી એમના ભત્રીજા હિતેન પેંટલે તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.

ગૂફી પેન્ટલ છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા છે અને છેલ્લા થોડા દિવસોથી એમની હાલત વધુ ખરાબ થઇ ચૂકી છે. થોડા દિવસ પહેલા ટીવી એક્ટ્રેસ ટીના ઘાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ગૂફી પેન્ટલની હાલત અંગે માહિતી આપી હતી. ટીના ઘાઇએ પોતાના ઇંસ્ટાગ્રામ પર ગૂફી પેન્ટલની એક તસવીર શેર કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. અભિનેત્રીએ લખ્યું કે ગૂફી પેન્ટલજી મુશ્કેલીમાં છે, પ્રાર્થના કરો. ઓમ સાઇ રામ પ્રેયર્સ, પ્રેયર્સ ફોર હીલિંગ, પ્રેયર્સ નીડેડે. તો ટીના ઘાઇની આ પોસ્ટ બાદ તમામ ફેન્સ કોમેન્ટ બોક્સમાં વેટરન એક્ટર ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *